માળીયાના વિવિધ પ્રશ્નો અંગે મહિલાઓએ મામલતદારને આવેદન પાઠવ્યું

માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા તંત્રને આવેદન

        માળિયા વિસ્તારના વિવિધ પ્રશ્નો જેમના તેમ હોય જેથી નગરજનો પરેશાની ભોગવી રહયા છે જે પ્રશ્નોને વાચા આપવા આજે માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું  

        માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા આજે માળિયા મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શનની અનિયમિતતાથી મળે છે અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ અંતર્ગત પીડીએસ વ્યવસ્થા આંગણવાડી યોજના અંતર્ગત વિસ્તારના હક્ક ધારકોને મળવા પાત્ર જથ્થો અને આંગણવાડીમાં પુરક પોષણ આહારની અનિયમિતતા વારંવાર રહે છે માળિયાના દરિયા કાંઠા વિસ્તારમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અન્વયે માળિયા તાલુકાના ન્યુ નવલખી ગામથી ટીકર સુધી ૧૫ જેટલા માછીમારીના કાંઠા આવેલ છે જે માછીમારોની પરંપરાગત આજીવિકા હોવા છતાં વર્ષોથી કાંઠા પર રહેતા હોવા છતાં વસાહત દર્શાવ્યા નથી માળિયા તાલુકો ગરીબ અને પછાત હોય આ વિસ્તારના ૨૦૦૨ બાદ ગરીબ પરિવારોને બીપીએલ યાદીમાં સમાવેશ થયો નથી

માળિયાના વર્ષામેડી, વેણાસર સહિતના સબ સ્ટેશનો બંધ છે જેથી આરોગ્ય સેવાઓ માટે મોરબી જવું પડે છે માળિયા શહેરી વિસ્તારમાં બે વર્ષથી દુષ્કાળ જેવી સ્થિતિ છે અને વર્ષ ૨૦૧૭ માં પુર આવેલ તે ઉપરાંત માળિયા વાંઢ વિસ્તારમાં આજ સુધી પ્રાથમિક શિક્ષણની સુવિધા મળતી નથી તેમજ વાંઢ વિસ્તારમાં વીજળી ઉપલબ્ધ નથી માળિયાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા ૧૯૭૭ માં પ્રમોલેગશન કરેલ ત્યારે ૧૮૬૫,૧૮૬૬,૧૮૬૯ અને ૧૮૭૨ એમ ચાર નોંધના અનુસંધાને ૬૮૫ જેટલા સર્વે નંબરો વાડી ખેતીની જમીન સરકાર કરેલ છે જે જમીનમાં ખેડૂતોને કોઈ પાકવીમો પાકધિરાણ કે બીજી સરકારની કોઈ યોજનાનો લાભ મળતો નથી જે તમામ પ્રશ્ને યોગ્ય કરવાની માંગ કરાઈ છે

Comments
Loading...
WhatsApp chat