Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના વાઘપરા નજીક કન્સ્ટ્રકશન સાઈટ પર ચોરી કરતી મહિલા ગેંગનો તરખાટ

ભંગાર વીણવાને બહાને ચોરી કરતી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ

 

મોરબીના વાઘપરા નજીક આવેલ નાલા પાસે બાંધકામ સાઈટ ચાલતી હોય જ્યાં મહિલા ગેંગ ચોરી કરવા આવી હોય જે મહિલા ગેંગ અહી લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને મહિલા ગેંગ સક્રિય હોય ત્યારે પોલીસ આવા બનાવો બનાવવા કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે

 

મોરબીના વાઘપરા નજીક આવેલ અગાઉ કાર્યરત જૂની એચડીએફસી બેંક પાસે નાલા પાસે હાલ બાંધકામ સાઈટ કાર્યરત છે જ્યાં બિલ્ડીંગ બનતું હોય જે સ્થળે ભંગાર વીણવાના બહાને ત્રણથી ચાર મહિલાઓ અહી આવે છે અને આસપાસ નજર કરતા કોઈ ના દેખાતા બાંધકામ સાઈટ પાસે પડેલી વસ્તુઓ ઉઠાવી ફરાર થાય છે જેથી બાંધકામ સાઈટ પર કામની વસ્તુઓ ગાયબ થતા જ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા

 

જેમાં મહિલા ગેંગ ચોરી કરતી સ્પષ્ટ નજરે પડે છે જેથી પોલીસ આવી ગેંગોને ઝડપી લેવા સઘન કાર્યવાહી કરે અને ચોરીના બનાવો અટકાવવા નાઈટ પેટ્રોલિંગ પણ વધારે તેવી લોકમાંગ ઉઠી રહી છે

Comments
Loading...
WhatsApp chat