

મોરબી એસટી ડેપોની ગ્રામ્ય રૂટની બસો અનિયમિત દોડતી હોય તેમજ અપૂરતી બસોને લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોય જેથી આજે ગ્રામ્ય રૂટના વિદ્યાર્થીઓએ ડેપો મેનેજર ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો અને ધરણા પર બેસી ગયા બાદ ખાતરી મળતા આખરે મામલો થાળે પડ્યો હતો
મોરબીના ઘાંટીલા, કુંભારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બસો અનિયમિત દોડતી હોય અને સમયસર બસો નાં આવતા વિદ્યાર્થીઓ શાળા કે કોલેજ સમયસર પહોંચી સકતા ના હોય તો અનેક વખત ગ્રામ્ય રૂટ કેન્સલ કરી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ રઝળી પડતા હોય છે જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે નવા બસ સ્ટેન્ડમાં આવેલા ડેપો મેનેજર ચેમ્બરમાં જ ધરણા પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી ઉકેલ ના લાવવામાં આવે ત્યાં સુધી લડી લેવાની તૈયારી દર્શાવી હતી
તો વિદ્યાર્થીઓના આકરા મિજાજને પારખી ગયેલા અધિકારીઓએ રાજકોટ કચેરી ખાતે સંપર્ક કરીને બસના સમયમાં જરૂરી ફેરફાર કરાવતા આખરે મામલો થાળે પડ્યો હતો અને ચમત્કાર વિના નહિ નમસ્કાર ઉક્તિ મુજબ વિદ્યાર્થીઓના આંદોલન બાદ તંત્ર જાગ્યું હતું