નવરાત્રીની સાર્થક ઉજવણી ગરીબ બાળકો સાથે

આજના યુવાનો/વિધાર્થીઓ બગડી ગયા છે,વંઠી ગયા છે એવી ફરિયાદો મોટાભાગનાએ સાંભળેલી છે આજે એમણેબધાએ પોતાની પોકેટમની બચાવી ગરીબ બાળકોને મદદ કરવાનું વિચાર્યું અને આ ભગીરથ કાર્ય કરી પણ બતાવ્યું.જેમાં બાળકો સાથે મળીને શિક્ષકે નવરાત્રીની અનોખી ઉજવણી કરી હતી. એકાદ મહિનામાં બાળકોએ પોતાની પોકેટમની માંથી ૧૩૦૦ રૂ. જેટલી રકમ બચાવી અને થોડી રકમ તેના શિક્ષકોએ જોડી અને આ જે કઈ રકમ થઇ તેના થકી ઝુપડપટ્ટીના ૧૬૦ જેટલા બાળકોને આઈસ્ક્રીમ ખવડાવીને નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કેટલાયે માસુમચહેરા પાછળ છુપાયેલું,દબાયેલું એના હકનું સ્મિત પાછુ લાવવા માટે નીરવ માનસેતા તથા તેના મિત્રો અજયભાઈ ધાંધલ્યા,ચિરાગભાઈ સહિતના અન્ય વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat