


ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર સાથે સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન પડતર પ્રશ્નો મામલે લડત ચલાવી રહ્યું છે જેમાં આજે જીલ્લા કલેકટર કચેરીએ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મોરબી આંગણવાડી વર્કર અને હેલ્પરોએ જીલ્લા કલેકટર મારફત વડાપ્રધાનને આપેલા આવેદનમાં પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી છે જેમાં ગુજરાતની તમામ આંગણવાડી બહેનો તથા લાભાર્થીઓ, આંગણવાડી કેન્દ્ર મારફત અપાતા પોષણ આહારને બદલે કેશ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરીએ છીએ કેશ ટ્રાન્સફરની રકમ બાળક માટે જ વપરાશે તેવી કોઈ ગેરંટી નથી જેથી કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થશે. આંગણવાડીને નર્સરીઓમાં બદલવા તથા બજેટમાં કાપ મુકવાનો વિરોધ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત વિવિધ માંગણીઓ જેવી કે આઈસીડીએસના કોઈપણ પ્રકારના ખાનગીકરણ બંધ કરવામાં આવે, આઈસીડીએસને કાયમી સરકારી વિભાગ બનાવાય, ભારતીય શ્રમ સંમેલનની ભલામણ મુજબ આંગણવાડી વર્કર-હેલ્પરને કાયમી કરો, ઓછોમાં ઓછો રૂ. ૧૮,૦૦૦ માંસિલ લઘુતમ વેતન આપો અને ઓછામાં ઓછું માસિક રૂ. ૩૦૦૦ પેન્શન આપવા અને પ્રો. ફંડ, ઈ.એસ.આઈ. ગ્રેચ્યુંઈટી સહિતના સમાજ સુરક્ષાના લાભો આપવાની માંગ કરવામાં આવી છે

