ડેમી સિંચાઈ યોજનાનો લાભ આપવાની માંગ સાથે ૨૦ ગામના ખેડૂતોના ધરણા

ડેમી ૨ અને ડેમી ૩ ડેમ નર્મદા નીરથી ભરવાની કરી માંગ પાણી નહિ મળે ત્યાં સુધી લડી લેવાનો ખેડૂતોએ કર્યો નિર્ધાર

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને પીવાના પાણીની પણ તંગી વર્તાઈ રહી છે જેથી મોરબી જિલ્લાના ડેમી જળાશય હેઠળના ૧૭ ગામોના ખેડૂતો દ્વારા આજથી ડેમી ૨ અને ડેમી ૩ સિંચાઈ યોજનાના ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવાની માંગણી સાથે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે

મોરબી તાલુકાના ડેમી સિંચાઈ યોજના અંતર્ગત આવતા જુદા – જુદા ૧૭ ગામના ખેડૂતો દ્વારા ડેમી – ૩ યોજના નજીક આવેલ મેલડી માતાના મંદિર ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરાયું છે ગુજરાત કિશાન સંગઠન દ્વારા અગાઉ ૨૦ ગામના ખેડૂતોને સાથે રાખીને કલેકટરને આવેદન આપ્યા બાદ આજથી વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો છે ૨૦ ગામોના ખેડૂતો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા સ્થળે શાંતિપૂર્ણ રીતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ડેમોને નર્મદા નીરથી ભરી દેવાની માંગ કરી હતી

ડેમી યોજનામાં પાણી ઠાલવવામાં આવેતો લજાઈ, ધ્રુવનગર, નસીત્તપર, રાજપર, ઉમીયાનગર, ચાચાપર, ખાન૫૨,નેસડા રામપર, મહેન્દ્રપુર, ગજડી, રાયગઢ, કૃષ્ણનગર, કાષા-કોયલી, ઘુળકોટ, આમરણ અને બેલા સહિતના ગામોને ખેતીવાડી માટે સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સુવિધા મળી શકે તેમ છે.અને આ મામલે સિંચાઈ વિભાગને પણ રજુઆત કરવામાં આવી હોય ૨૦ ગામોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય લઈ ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમો ભરીને ખેડૂતો, માલધારી અને લોકોના પીવાના પાણીની સમસ્યાને ધ્યાને લઈને યોગ્ય કરવાની માંગ કરી છે તેમજ જ્યાં સુધી પાણી નહિ મળે ત્યાં સુધી લડી લેવાનો મક્કર નિર્ધાર ખેડૂતોએ વ્યક્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat