નવયુગ સંકુલના ખેલાડીઓ હેન્ડબોલ સ્પર્ધામાં જીલ્લાકક્ષાએ વિજેતા

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમત-ગમત કચેરી- મોરબી દ્વારા આયોજિત ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 45 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો

જે સ્પર્ધામાં નવયુગ સંકુલની Under -17 Girls એ જિલ્લામાં પ્રથમ સ્થાને વિજેતા બની સાથે સાથે Under-14 Girls જિલ્લામાં તૃતીય ક્રમે તેમજ Under – 14 Boys જિલ્લામાં બીજા ક્રમે અને Open Age Group માં પણ મોરબી જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે નવયુગ સંકુલ-વિરપરની ટીમો રહી હતી આ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લઈ મોરબી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. આ ગૌરવવંતી સિદ્ધિ નવયુગ સંકુલ -વિરપર ના સ્પોર્ટ્સ ટીચર શૈલેષભાઇ પરમારની અથાગ મહેનતથી મળી છે તે બદલ પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા તેમજ ભવિષ્ય માં સફળતા ના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ આપી હતી

Comments
Loading...
WhatsApp chat