Billboard ad 1150*250

રાજકોટમાં આયોજિત નિબંધ સ્પર્ધામાં રવાપર તાલુકા શાળાની વિદ્યાર્થીની વિજેતા

0 96
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે શાળામાં અભ્યાસ કરેલ હતો તે ઐતિહાસિક શાળામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવેલ છે જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં રાજકોટ, જામનગર ,મોરબી ,દેવભૂમિ દ્વારકા ,જુનાગઢ ,ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો 

જેમાં મોરબી જિલ્લાની મોરબી તાલુકાની શ્રી રવાપર તાલુકા શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર ભૂમિકા ભીમજીભાઇએ નિબંધ સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળા,તાલુકા અને જિલ્લાનું અદકેરું ગૌરવ વધારેલ છે. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થીની પરમાર ભૂમિકાને અને રવાપર તાલુકા શાળાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat