ટંકારાની વીરપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા




ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળામા ગાઘીજીની 150 મી જન્મજયતિ નિમિત્તે કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરતી વિઘાથીઁઓએ નિબંધ સ્પર્ધામાં ત્રીજું સ્થાન અને વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે
તો આ ઝળહળતી સિદ્ધિ મેળવતા શાળાના આચાર્ય જસમત ભેસદડીયા અને શિક્ષકોએ બાળાઓને અભિનંદન પાઠવ્યા હતા અને આવુ જ પરફોર્મન્સ જાળવી રાખી રાજ્યકક્ષાની સ્પર્ધા માં પણ વિજેતા જાહેર થશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે કલા મહોત્સવ 2018 અંતૅગત આજે વિરપરની પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાની જુદી જુદી સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિરપર પ્રાથમિક શાળામા અભ્યાસ કરતી વિઘાથીઁની વકતૃત્વ સ્પર્ધામાં ભુંભરીયા આરતી દિલિપભાઇ દ્વિતીય ક્રમ અને અને નિબંધ સ્પર્ધા મુંદડીયા ખુશાલી મહેશભાઈએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ડંકો વગાડયો હતો



