Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના સરકારી ગોડાઉનમાં છત જર્જરિત, ચોમાસામાં જોવા જેવી સ્થિતિ થશે !

માળિયા તાલુકા મથકે આવેલું સરકારી અન્ન સંગ્રહનું ગોડાઉન માંદગીની સ્થિતિમાં હોય જે અંગે તાજેતરમાં પુરવઠા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ગોડાઉનમાં અનેક ખામીઓ ધ્યાન પર આવી હતી તો આ મામલે ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ પણ કરવામાં આવ્યો છે.

માળિયા તાલુકા મથકે અન્ન નાગરિક પુરવઠા નિગમ લી. સંચાલિત ગોડાઉન આવેલું હોય જે ગોડાઉન માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘની માલિકીનું છે અને નિગમ તરફથી ભાડા કરારથી ભાડે રાખવામાં આવ્યું છે. મોરબી જીલ્લામાં જુલાઈ ૨૦૧૭ માં થયેલી અતિવૃષ્ટિમાં ગોડાઉનમાં પાણી ભરાઈ જવાથી હાજર જથ્થો પલળી ગયો હોય જેથી નિગમ દ્વારા માળિયા ખાતેનું ગોડાઉન માળિયા તાલુકાના ચાચાવદરડા ગામના બિનખેતી થયેલ સર્વે નંબરમાં આવેલ બિલ્ડીંગ ભાડા કરારથી રાખવામાં આવેલ છે

જોકે તાજેતરમાં પુરવઠા ટીમે ગોડાઉનનો સર્વે કર્યો હતો જેમાં અનેક ક્ષતિઓ ધ્યાનમાં આવી હતી. ગોડાઉન મેનેજરના જણાવ્યા અનુસાર નિગમ તરફથી દર માસે ૪૮,૦૦૦ ભાડું ચુકવવામાં આવે છે જકે આ ગોડાઉનના બિલ્ડીંગ પરની છત પતરાની છે અને ખુબ જર્જરિત હાલતમાં છે જેથી ચોમાસાની સીઝનમાં અનાજ રાખી સકાય તેમ નથી

Comments
Loading...
WhatsApp chat