



મોરબી જિલ્લાનો જાણે ચોરીનું હબ બની ગયો હોય તેમ દિન-પ્રતિદિન રહેણાંક મકાનોમાં ચોરીની ઘટના સામે આવી રહી છે. જ્યાં તાજેતરમાં ભગવતીપાર્કમાં રહેણાંક મકાનમાંથી ૬૫ હજારના મતાની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મુદ્દે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
જ્યાં ફરિયાદી છોટાલાલ જીવરાજભાઇ પરમારે જણાવ્યું હતું કે, વાવડીરોડ ભગવતીપાર્કમાં ગત તા.૩/૦૬/૨૦૨૨ના રોજ મોડી રાત્રીના સમયે તેમના રહેણાંક મકાનમાં તસ્કર ત્રાટક્યા હતા અને મકાનના તાળા તોડી પ્રવેશ કરી રૂમમા કબાટમા રાખેલ સોનાના દાગીના સોનાની બુટી આઠ ગ્રામ કિરૂ.૧૦૦૦૦/- તથા સોનાની વીટી બે કિ.રૂ.૧૦૦૦૦/- તથા ઓમકાર સોનાનો રૂ.૫૦૦ તથા ચાંદીના ગ્લાસ તથા ચાંદીના સીકા -૫ તથા ચાંદીની ગાય તથા ચાંદીનો પંજો તથા ચાંદીનો જુડો તથા કેડ કંદોરો ચાંદીનો ત્રણ જોડી ચાંદીની લકી એક કિ.રૂ.૨૦૦૦૦/- તથા રોકડ રૂપીયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૬૫૫૦૦/- ના મુદામાલ ની ચોરી કરી હતી. આ મુદ્દે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ.૩૮૦,૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો પોલીસે ૧૪ દિવસ બાદ ચોરીની ધટનાની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છેજીલ્લમાં ચોરી, ચીલ ઝડપ લુંટ સહીતના બનાવો વધી રહ્યા છે જેથી પોલીસની નિષફળ કામગીરી સામે આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

