


મોરબીના બગથળા ગામે તા. ૨૫ ના રોજ વિવિધ વિકાસકામોના ખાતમુર્હત અને લોકાપર્ણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પધારી રહ્યા છે અને ૬૬ કેવ સબ સ્ટેસન લોકાપર્ણ તેમજ પુર સંરક્ષણ દીવાલનું ખાતમુર્હત કરવામાં આવનાર છે જોકે પુર સંરક્ષણ દીવાલ માટે બજેટના ફાંફા જોવા મળી રહ્યા છે.
મોરબીના બગથળા ગામમાંથી ફૂલકું નદી પસાર થાય છે અને દર વર્ષે આ નદીમાં ભયજનક પાણીની આવક થતી હોવાથી ગામમાં પાણી ઘુસી જવાથી જાનમાલનું નુકશાન સહન કરવું પડતું હોય છે જે સમસ્યાને ધ્યાને લઈને મોરબી જીલ્લા પંચાયતના બગથળા વિસ્તારના સદસ્ય અમુભાઈ હુંબલ દ્વારા પુર સંરક્ષણ દીવાલ બનાવવાની માંગ કરવામાં આવી હતી જે માટે રાજકોટ પંચાયત વિભાગ વર્તુળ કચેરી દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે પરંતુ આ દીવાલ બનાવવા માટેના ૪૧.૪૬ લાખના ખર્ચ માટે કચેરી પાસે ફંડ ઉપલબ્ધ નથી તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
તો આ દીવાલ બનાવવા માટે ૧૨ લાખ રૂપિયા જ મંજુર કરવામાં આવ્યા છે જેથી ૪૧ લાખથી વધુના ખર્ચ સામે માંડ ૩૫ ટકા જેવી રકમ જ મંજુર કરવામાં આવી છે ત્યારે ખરેખર આ દીવાલ બની શકશે કે નહિ તે સવાલ ઉઠવો વ્યાજબી જ છે આ મામલે જીલ્લા પંચાયતના બગથળા વિસ્તારના સદસ્ય અમુભાઈ હુંબલે જણાવ્યું હતું કે દીવાલ બનાવવા ૪૧ લાખથી વધુના ખર્ચના અંદાજ સાથે પુર સંરક્ષણ દીવાલને મંજુરી આપી છે પરંતુ ૧૨ લાખની ગ્રાન્ટ મંજુર થઇ છે તેવી માહિતી આપી હતી.
તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગ્રાન્ટ વધરવા માટે તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે તેવું પણ જાણવા મળ્યું છે જો સી.એમ. ન આવતા હોત તો ગ્રાન્ટ વધારવામાં આવત કે નહી તે પણ એક સવાલ છે
દિવાલનું ખાતમુર્હત થશે પરંતુ દીવાલ બનશે ખરી ?
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિકાસકાર્યોમાં આ પુર સંરક્ષણ દીવાલનું પણ ખાતમુર્હત કરવામાં આવનાર છે પરંતુ ખાતમુર્હત થયા બાદ ગ્રાન્ટના અભાવે કામ પૂરું થઇ શકશે કે પછી અન્ય વિકાસકામો જેમ ખાતમુર્હત કરેલું આ કામ અધવચ્ચે જ લટકી જશે તેવા સવાલો યોગ્ય સ્થાને છે.

