Billboard ad 1150*250

મોરબીમાં પીયુસી સર્ટીફીકેટના બેગણા ભાવ વસુલાતા હોવાની વ્યાપક ફરિયાદો

0 145
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બંને પીયુસી સેન્ટરને નોટીસ ફટકારાશે : એઆરટીઓ

Post ad 2

        સરકારના નવા ટ્રાફિક નિયમોની અમલવારી ગુજરાતમાં પણ લાગુ કરી દેવામાં આવી છે અને સોમવારથી લાગુ થયેલ નવા નિયમો બાદ હવે વાહનચાલકો પીયુસી સર્ટીફીકેટ મેળવવા લાઈનો લગાવી છે તો પીયુસી માટે બેગણા ભાવો વસુલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે

        ટ્રાફિકના નવા નિયમો બાદ આકરા દંડથી બચવા વાહનચાલકો જરૂરી દસ્તાવેજો જેવા કે લાયસન્સ, હેલ્મેટ અને પીયુસી મેળવવા માટે હવે દોડધામ કરી રહ્યા છે અને મોરબીમાં શનાળા રોડ પર બે સ્થળે પીયુસી સેન્ટરમાં પીયુસી સર્ટીફીકેટ માટે વાહનચાલકોની લાંબી લાઈનના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા હાલ પીયુસી મેળવવા વાહનચાલકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે તો મોકાનો ફાયદો ઉઠાવીને પીયુસી સેન્ટર સંચાલકો કમાણી કરી લેવાની ભાવનાથી નિયત ફી કરતા વધુ રૂ વસુલતા હોવાની ફરિયાદ ઉઠી છે ટૂ વ્હીલર માટે નક્કી કરેલ ૨૦ રૂ ફીને બદલે ૪૦ રૂ અને ફોર વ્હીલર માટે ૫૦ ની ફી સામે ૧૦૦ રૂપિયા વસુલાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે

ત્યારે આ મામલે મોરબી એઆરટીઓ જે કે પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પીયુસી સેન્ટરમાં નિયત ફી કરવા વધુ ભાવ લેવાતા હોવાની ગ્રાહકોની ફરિયાદ મળી છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને બંને સેન્ટરને નોટીસ પણ ફટકારાશે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat