Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ડોકટરો આવતીકાલે કેમ કરશે હડતાલ ?

મોદી સરકારના એન.એમ.સી. બીલના વિરોધમાં મોરબીમાં આવતીકાલે આઈ.એમ.એ દ્વારા સવારના ૨ કલાક દરમિયાન હડતાલ પાડવામાં આવશે.

મોદી સરકારના એન.એમ.સી. બીલના વિરોધમાં સમગ્ર ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી આઈ.એમ.એ દ્વારા વિરોધ કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ ન મળતા આવતીકાલે સમગ્ર ભારતભરમાં ફરી આઈ.એમ.એ દ્વારા હડતાલ પાડવામાં આવનાર છે ત્યારે મોરબીમાં પણ આવતીકાલે સવારના ૧૦ થી 12 વાગ્યા સુધી એમ ૨ કલાક હડતાલ પાડવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat