હળવદ યાર્ડમાં વેપારીઓ આવતીકાલથી કેમ કરશે અનિશ્ચિત મુદતની હડતાલ ?

 

મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ૩ શખ્સોએ તેમજ એક શખ્સે મળીને હળવદના વેપારીઓ પાસેથી હરરાજીમાં રૂ.૩.૬૧ કરોડનો માલ ખરીદ્યો હતો. બાદમાં આ શખ્સો નાણાની ચુકવણી કરતા ન હોવાની વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓની ધરપકડ ન થતા વેપારીઓએ મામલતદારને આવેદન પાઠવ્યું છે.

 

હળવદના વેપારી મનસુખભાઇ ઓધડભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ગજલક્ષ્મી ટ્રેડર્સ વાળા નવિનચંન્દ્ર રાયચંદભાઇ દક્ષીણી, તેનો પુત્ર ધ્રવકુમાર નવિનચંન્દ્ર તથા રાજુભાઇ કાંતીભાઇ અને સ્થાનિક અશોકભાઇ ગાંડાલાલ બાપોદરીયા રહે. હળવદ આલાપ ટાઉનશીપ મકાન નં ૩૬ વાળાએ મળીને હરરાજીમાંથી હળવદના વેપારીઓનો રૂ.૩.૬૧ કરોડનો માલ ખરીદ્યો હતો.બાદમા નાણા સમય મર્યાદામાં ચૂકવી દેવાનો વાયદો કર્યો હોવા છતાં ચારેય શખ્સો દ્રારા નાણાની ચુકવણી કરવામાં આવી ન હતી જેથી મનસુખભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

 

જેમાં જણાવ્યું હતું કે ફરિયાદ કર્યા બાદ બે દિવસ થયા હોવા છતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.તેમજ ચમકી પણ ઉચ્ચારી હતી કે આજદિન સુધીમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહિ આવે તો આવતીકાલથી અનિશ્ચિત મુદતની હડતાલ પાડવામાં આવશે .

 

 

Comments
Loading...
WhatsApp chat