કપડા ધોવા બાબતે ક્યા થયો યુવાન પર છરી વડે હુમલો ?

વાંકાનેરમાં કપડા ધોવા જેવી સામાન્ય બાબતે બે સ્ત્રીઓને બોલાચાલી થતા તેના પતિ વચ્ચે બોલાચાલી થઇ હતી અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

મળતી વિગત મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ દરગાહ નજીક રહેતા મહમદભાઈ બાબુભાઈ સઈટ (ઉ.૩૫)ના પત્ની અને આરોપી કિશોરભાઈ મગનભાઈ જીજરીયાના પત્ની બંનેને કપડા ધોવા બાબતે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી ગત સાંજના સુમારે આરોપી કિશોર મગનભાઈ જીજરીયાએ આવીને ફરી મહમદ બાબુભાઈ સઈટને ગાળો આપી છરી વડે જમણા સાથળના ભાગે ઈજાઓ પહોચાડ્યાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકમાં મહમદભાઈ નોંધાવી છે.વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat