એક્સીસ બેંક બહાર આજે ફરીથી કેમ નોટબંધી જેવા દ્રશ્યો સર્જાયા ? જાણો કારણ

        મોરબીના જુના મહાજન ચોક નજીક આવેલી એક્સીસ બેંક બહાર આજે વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી બેંક દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યા હોય જેના માટે પડાપડી જોવા મળી હતી

        પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે આજે લાભાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને સતત ભીડભાડ રહેતી હોવાથી એક્સીસ બેંક પાસે ફોર્મ માટે લોકોનો ઘસારો થતા મેળાવડા જેવા દ્રશ્યો સર્જાયા હતા દોઢ વર્ષ પૂર્વે નોટબંધી સમયે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે આજે ફરીથી એ દ્રશ્યો જીવંત બન્યા હતા અને નોટો બદલવા લોકો જાણે કે પડાપડી કરતા હોય તેમ આજે ફોર્મ મેળવવા માટે લાઈનો લગાવી હતી  

 

Comments
Loading...
WhatsApp chat