



મોરબી શહેરમા અનેક પ્રાણ પ્રશ્નોમાં પ્રજા યાતના ભોગવે છે જેમાં નગરપાલિકાના પ્રશ્નો મુખ્ય છે અને આ પ્રશ્નોથી ધારાસભ્ય પોતે પણ વાકેફ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું છે કે શહેરનો એકપણ રોડ ચાલવા લાયક નથી. તમામ રસ્તા ખાડા ટેકરા અને ઉબડખાબડ બન્યા છે જેથી વાહન ચાલકોને રોજ ત્રાસ સહન કરવો પડે છે. તમામ વિસ્તારની ભૂગર્ભ ગટર ઉભરાઈ છે. ખુલ્લી ગટર પણ ગંદકી અને મચ્છર ઉત્પન્ન કરવા અને રોગચાળો ફેલાવવા કાર્યરત છે. તેમજ સરકારી દવાખાનામાં આંખની હોસ્પિટલ સિવાય તમામ સેવા ખાડે ગઈ છે. સરકારી હોસ્પિટલના અધિક્ષક ધારાસભ્યના પ્રીતિપાત્ર હોય જેથી બેકાળજી અને બેદરકારી ધારાસભ્યને દેખાતી નથી. હોસ્પિટલની તમામ સુવિધાઓ બંધ છે તેમજ સુધરાઈમાં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ નાગરિકોના ટેક્સમાંથી આવે છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. લોકો માટે જાહેર શૌચાલય હોવા છતાં બંધ રખાય છે. શાક માર્કેટમાં ગારા કીચડનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે. જેનાથી પ્રજા નિયમિત પીડાઈ રહી છે ત્યારે બોલકા ધારાસભ્યની છાપ ધરાવતા અમૃતિયા આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે તેવા પ્રહારો કર્યા હતા.

