


ગત રાત્રીના જામનગરના પોશ વિસ્તારમાં ધારાશાસ્ત્રી કિરીટ જોશીની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં મોરબી બાર એસો.ના તમામ વકીલો આવતીકાલે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોધાવશે.
જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં પોતાની ઓફીસ છોડી બહાર આવેલ ધારાશાસ્ત્રી કિરીટ જોશી પોતાની ગાડી તરફ આગળ વધી રહ્યા હતા દરમિયાન એક બાઈક પર ૨ શખ્સોએ આવી તેમાંથી એક શખ્સ એ કિરીટ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી અને બાઈક સવારો નાશી છુટ્યા હતા.કિરીટભાઈ જોશીની ક્રૂર હત્યાના વિરોધમાં મોરબી બાર એસોસિએશનના તમામ વકીલો આવતીકાલે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને પોતાનો વિરોધ નોંધાવશે તેમ મોરબી બાર એસો.ના પ્રમુખ જીતુભાઈ જાડેજાની યાદીમાં જણાવ્યું હતું.

