Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી તાલુકા સેવાસદનમાં કેમ પડી સિક્યુરીટીની જરૂરિયાત ?

મોરબીના તાલુકા સેવાસદનમાં રજાઓના દિવસોમાં આવારા તત્વોનો ત્રાસ રહેતો હોય તેમજ રખડતા ઢોર પણ ઘુસી આવતા હોય છે જેથી સેવાસદનમાં સિક્યુરીટી મુકવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે જીલ્લા કલેકટરને લેખિત આવેદનમાં જણાવ્યું છે કે તાલુકા સેવાસદન જાણે કે ઢોરવાડો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે રખડતા ઢોર સેવાસદનમાં ઘુસી આવતા હોય છે તેમજ રજાઓના દિવસોમાં રેઢું પડ સમાન સ્થિતિ બની જાય છે તેમજ અંદર ગંદકી ફેલાય છે રજાના દિવસોમાં ભાંગફોડીયા તત્વો કચેરીમાં નુકશાન પહોંચાડે છે જેથી સિક્યુરીટીની તાતી જરૂરિયાત હોય, સેવાસદનમાં સિક્યુરીટીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat