Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીનો સલુન સંચાલક શા માટે અમેરિકાની ઉડાન ભરશે ? જાણો અહી

મોરબીએ ઉધોગ નગરી તરીકે હરણફાળ વિકાસ સાધ્યો છે અને સમગ્ર વિશ્વમાં એક આગવી નામાના મેળવી છે.આધુનીકી યુગમાં યુવાનો વિદેશમાં ફરવાનો શોખ ધરાવતા હોય છે અને વિદેશ ટુર કરે છે તથા તેની નવી ટેકનોલોજીને જાણે છે ત્યારે મોરબીમાં સલુનનો ધંધો કરતા યુવાન પણ અમેરિકામાં લોરિયલ દ્વારા યોજાનાર સેમિનારમાં કચ્છનું પ્રતીનીધીત્વ કરશે.

અમેરિકામાં અગામી દિવસોમાં તા.૨૨ ના રોજ લોરિયલ કંપની દ્વારા એડવાન્સ હેર કટિંગ માટે એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના ઇન્ડિયન સલુન એન્ડ ટેટુ લોન્જનામની સલુનની દુકાન ધરવતા ભાવિકભાઈ સોલંકી અમેરિકા જઈને કચ્છ તરફથી નેતુત્વ કરશે.જેમાં અમેરિકાના વિવિધ શહેરોમાં જઈને ટ્રેનીંગ આપવામાં આવશે.આ તકે ભાવિકભાઈએ જણાવ્યું હતું કે અમેરિકા જઈને હેર કટિંગ અને હેર સ્ટાઈલ ટેકનોલોજી ભારત કરતા એડવાન્સ ટેકનોલોજી છે માટે અમેરિકા જઈને નવી ટેકનોલોજીથી શીખીને મોરબીની જનતાપણ આ આધુનિક ટેકનોલોજીનો લાભ મળી શકશે.આ તકે ભાવિકભાઈના મિત્રો,સ્નેહીજનો તેમણે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat