આંદરણા ગામનો એપ્રોચ રોડ બનવા છતાં કેમ ગ્રામજનો છે નારાજ ? જાણો અહી…

            મોરબીના આંદરણા ગામે તંત્ર દ્વારા એપ્રોચ રોડ એક કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને અઢી કિમીનો આ સીસીરોડ બનીને તૈયાર થયાને એક વર્ષ વીત્યા છતાં સાઈડ બુરવામાં આવી ના હોય જેથી સતત અકસ્માતનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.

          આંદરણા ગામથી રાતાભેર ગામને જોડતો અઢી કિમી સુધીનો એપ્રોચ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવ્યો છે અને અંદાજે એકાદ કરોડના ખર્ચ રોડ બનીને એક અર્શથી તૈયાર થઇ ચુક્યો છે જોકે સીસીરોડની બંને સાઈડ દોઢ ફૂટ જેટલી સાઈડ બુરવાની તસ્દી કોન્ટ્રાકટર દ્વારા લેવાઈ નથી  જેને પગલે સિંગલ પટ્ટી રોડ પર સામેથી કોઈ વાહન આવે ત્યારે બાઈક જેવા નાના વાહનોને અકસ્માતનો ભય સતાવે છે

          તો આ રોડની નિભાવ કામગીરી પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટરની જવાબદારી હોય પરંતુ એક વર્ષ વીત્યા છતાં સાઈડ બુરવાની કામગીરી કરાતી નથી ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરીએ અનેક રજુઆતો કરી પરંતુ ગ્રામજનોની વાત સાંભળવા કોઈ તૈયાર ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

            તો બીજી તરફ એક કરોડના ખર્ચે એપ્રોચ રોડ બનવા છતાં તેનો ગ્રામજનો ઉપયોગ કરી સકતા નથી તો એક જ વર્ષમાં રોડમાં ગાબડા પણ જોઈ સકાય છે ત્યારે જવાબદાર તંત્ર કેમ ચુપચાપ તમાશો જોઈ રહ્યું છે તેવા સવાલો પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat