વવાણીયા ગામે શંકાસ્પદ રીતે ઘવાયેલ ગાયને શા માટે જુનાગઢ ખસેડાય ?



માળિયાના વવાણીયા ગામ એક વાછરડા નું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે તો એક ગાય ને ઇજા થતાં તેની સારવાર શરૂ કરવમાં આવી હતી જેમાં પોલીસ ફરિયાદ નોધતા ગઈ કાલે એફ.એસ.એલ અને પશુ ડોક્ટર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી
બનાવની મળતી વિગત મુજબ ગત રવિવારે માળિયા તાલુકાના વવાણીયાં ગામના સીમાળામાં રહેતી જેને ગ્રામજનો રામધણ ગાયો તરીકે ઓળખે છે આ ગાયો પર હુમલાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા જેમાં એક વાછરડા ને મારી નાખવામાં આવ્યું હતું તેમજ એક ગાય ને ઇજા કરવમાં આવી હતી જેથી ગ્રામજનો ભેગા થયા હતા જેમાં ગામના સામજિક કાર્યકર અશ્વિનસિંહ પરમારએ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૮ પહેલા કોઈ પણ વખતે અજાણ્યા માણસે જંગલમાં રહેતી અને રામધણની જંગલી ગાયો તરીકે ઓળખાતી ગાયને પગમાં બદકું મારી હોવાનું જાણવાયું હતું પણ ખરેખર બદકું લાગી છે કે નહીં તેની તપાસ માટે આજે એફ.એસ.એલ ટિમ તેમજ પશુ ડોકટર ની ટિમ તપાસ માટે આવી હતી અને જે ગાય ઈજાગ્રસ્ત હતી તેને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવી હતી પણ ખરેખર બંદુક વાગી છે કે કોઈ બીજી રીતેના ઈજા થઇ છે તે તો એફ.એસ.એલ અને ડોકટરના રીપોર્ટ બાદ જ કહી શક્ય તેવું તપાસનીશ અધિકારી પી.એસ.આઈ. પી.જે.પનારા જણાવ્યું હતું

