


વાંકાનેરના વેલનાથ પરામાં વિસ્તારમાં વૃદ્ધાએ બીમારી થી કંટાળી જાત જલાવી હતી બાદમાં તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ વાંકાનેરના વેલનાથ પર વિસ્તારમાં રહેતા કેશરબહેન શામજીભાઈ અઘોલા (ઉ.૭૦) એ ગત તા.૨૭ ના રોજ પોતાની જાતે કેરોસીન છાંટી લેતા તેણીને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ત્યાં તેણીનું મૃત્યું નીપજ્યું હતું.બનાવની નોંધ વાંકાનેર સીટી પોલીસે કરી ધોરણસરની કાયર્વાહી હાથ ધરી છે.

