


ઉદ્યોગોમાં વીજળી અને ઇલેક્ટ્રિસિટીની બચત કેમ કરી શકાય તે અંગે ઈન્દોર ખાતે યોજાયેલ એક સેમિનારમાં મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ તેમજ થાનના ઉદ્યોગપતિઓએ હાજરી આપી મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.
ઈન્દોર ખાતે યોજાયેલ સેમીનાર નેશનલ સ્ટેક હોલ્ડર્સ સમિટ ઓન પ્રમોટિંગ એનર્જી એફિસીયન્સી એન્ડ રિન્યુએબલ એનર્જી માં પ્રતિનિધિ તરીકે સિરામીક એસોસિએશન પ્રમુખ કે. જી.કુંડારીયા તેમજ મોરબી અને થાનના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં દેશના અન્ય રાજ્યોમાંથી કોઈમ્બતુર, બેલગામ, ઈન્દોર જામનગર, નાગપુર, જલંધર , ખુજાઁ, થાન, સિક્કિમ, કેરાલા વિગેરેના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
સેમીનારમાં ઈલેક્ટ્રિકસીટી અને ગેસમાં કેમ બચત થાય તેની વિસ્તૃત માહીતી નિષ્ણાતો અને અધિકારીઓએ આપી હતી આ માહીતી મોરબી અને થાનના ઉદ્યોગો માટે બહુ ઉપયોગી બની રહેનાર હોવાનો આશાવાદ વ્યક્ત કરી થોડી કાળજી રાખવાથી એનર્જીની બચત થઈ શકે તેમ હોવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

