



ટંકારાના લખધીરગઢ ગામે બોલાચાલી બાદ મારામારી થઇ હતી.જે મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ટંકારાના લખધીરગઢ ગામે રહેતા બ્રિજેશ હસમુખભાઈ સોલંકીને આરોપી રાજ રશીકભાઈ વસલાણી “તારા બાપુજી અમારા પટેલો પર કેમ ફરિયાદ કરે છે “ તેમ કહી આરોપીએ બ્રિજેશ પર લોખંડના સળિયા વડે મુંઢમાર મારમારી, ગળાના ભાગે વિખોડીયા ભરી ઢીકા પાટુંનો માર મારી સાહેદ છોડવા પડતા બ્રિજેશ તથા સાહેદને ભૂંડાબોલી ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં બ્રિજેશે નોંધાવી છે.તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



