


હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં બઘડાટી બોલી હતી જેમાં એક શખ્શે આધેડને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
હળવદના ચાડધ્રા ગામના રહેવાસી મહિપતદાન નરહરદાન ગઢવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના જ ગામનો રહેવાસી આરોપી જગદીશ કસુભાઈ ગઢવીએ ગામની સીમમાં તું પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી તેનો ખાર રાખીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી છે. હલ્વાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

