તું ઉધાર વસ્તુ કેમ નથી આપતો કહી મારમાર્યો


માળીયામાં રહીને ખેતી કામ કરતા ઉમર અયુબભાઇ જેડાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે કે ગઈકાલે સવારના ૧૦ વાગ્યે કાદરભાઈ દાઉદભાઈ જેડા,હારૂનભાઈ દીલાવરભાઈ જેડા,વાળું સાઉદીનભાઈ જેડા અને નિઝામ ફતેમામદ જેડા,હુસેનભાઈણા ઘરે આવી ને તું કેમ ઉધાર વસ્તુ આપતો નથી તેમ કહી બોલાચાલી કરીને હુસેનભાઈને ધારિયા તથા તલવારના ઉંધા ધા મારી બંને હાથ-પગમાં ફેકચર અને માથામાં ધારિયાનો ધા મારી બીજા એક સાહેદ હસીનાબેનને મૂંઠ માર મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધવી છે.આ મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.