ટંકારા નજીક અકસ્માતમાં બાદ ટ્રાફિક ક્લીયર કરવામાં પોલીસને કેમ મુશ્કેલી સામનો કરવો પડ્યો ? VIDEO

મોરબી રાજકોટ હાઇવે પર આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક નું મોત થયું હતું જેને લીધે ટ્રાફિક જામ થતા ટંકારા પોલીસ દોડી ગઈ હતી

મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે પર ધુર્વનગર નજીક આવેલ પુલ પર આજે સવારે ૫ વાગે સમયે એક ટ્રક કચ્છ તરફથી અને બીજો રાજકોટથી આવતા બને ટ્રક સામસામા ધડાકાભેર અથડાયા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે બને ટ્રક ના ખૂચડા બોલી ગયા હતા અને એક ડાયવર નું ટ્રક માં જ મોત નિપજ્યું હતું અને અકસ્માત એટલો ખતરનાક હતો જેના લીધે ટ્રક માં મૃત્યુ પામેલ મૃતદેહ બહાર કાઢવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી હતી અને અકસ્માત પુલ પર હોવાથી બને બાજુ વાહનો ની લાંબી કતાર લાગી હતી

ઘટનાની જાણ થતાં ટંકાર પોલીસ મથક ના પી.એસ.આઈ એમ.ડી.ચૌધરી , સુરેશભાઈ ઠોરિયા સહિત પોલીસ જવાનો ત્યાં દોડી ગયા હતા અને ટ્રાફિક કિલયર કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી

તો વધુમાં મળતી વિગત મુજબ બને ટ્રક માં ઘઉં ભરેલા હતા અને અકસ્માત પુલ પર હોવાથી વધુ ટ્રાંફિક જામ થયો હતો અને ટ્રકો દૂર કરવા માટે પોલીસે ક્રેઇન મદદ લેવી પડી હતી અને આને લીધે પોલીસને ટ્રાફિક ક્લીયર કરવમાં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો

Comments
Loading...
WhatsApp chat