માળીયાના નવલખી બંદરે કેમ એક નંબરનું સિગ્નલ મુકાયું ? જાણો….



મોરબી જીલ્લાના એકમાત્ર નવલખી બંદર પર આજે સાંજના સમયે એક નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. તેમજ ડીપ ડીપ્રેશનની અસર આગામી ૪૮ કલાક સુધી રહી સકે છે જેથી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે સિગ્નલ ૧ કાર્યરત કરવામાં આવ્યું છે અને નવલખી બંદર પર સિગ્નલ એક કાર્યરત કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે કેપ્ટન એ.બી.સોલંકીએ જણાવ્યું હતું કે કોઈ ભયજનક સ્થિતિ નહિ જોકે સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનની અસર આગામી ૪૮ કલાક સુધી રહી સકે છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે

