Billboard ad 1150*250

મોરબીમાં યુવતી શા માટે કર્યો આપઘાતનો પ્રયાસ અને પોલીસે તેને રોકી લીધી

0 358

મોરબીમાં રેહતી યુવતીએ આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. અગાઉ તંત્રને લેખિતમાં આપેલ આવેદનમાં ન્યાય નહિ મળે તો આજે સેવાસદન ખાતે આત્મવિલોપન કરશે તેવી ચીમકીને પગલે પોલીસે યુવતીને આત્મવિલોપન કરે તે પેહલાજ અટકાવી દીધી હતી. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવતી હેતલબેન ગૌતમભાઈ અંબાલીયાએ અગાઉ જીલ્લા કલેકટર અને પોલીસવડાને લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે ટંકારાના સાવડી ગામના નાગજી ચૌહાણ નામનો શખ્શ સમાજનો આગેવાન નથી પરંતુ તે બહેન દીકરીને શિકાર બનાવે છે. આ શખ્શને કારણે અરજદાર યુવતી અને તેના ભાઈ બહેનના ભવિષ્ય બગડી ગયા છે જે ઘરબાર વિનાના હોવાનું જણાવ્યું હતું. આ શખ્શે અરજદાર મહિલાની માતા સાથે અનૈતિક સંબંધ હોય, આ શખ્શ યુવતી સાથે મારકૂટ કરીને તેને પોતાની હવસનો શિકાર બનાવતો હોવાની અરજીથી રજૂઆત છે જેનાથી કંટાળીને તેમજ ન્યાય નહિ મળતા તેનેઅંતે ના છૂટકે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું પણ પોલીસે તેને રોકી લીધી હતી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat