ધાણામાં કડાકો કેમ બોલ્યો?, ખોળમાં ઉછાળોઃ જાણો સોનું કેટલું વધશે?


તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે મેઘરાજાએ પધરામણી કરી છે અને મોડે-મોડો પણ સારો વરસાદ આવી રહ્યો હોવાથી ઉભા કૃષિ પાકોને મોટો ફાયદો થયો છે. દેશમાં અત્યાર સુધીનાં વાવેતરનાં આંકડાઓ હજી નબળા બતાવે છે, પરંતુ હવે એકાદ સપ્તાહમાં તમામ વિસ્તારમાં વાવણી સંપન્ન થશે અને સારા વાવેતરની ધારણાં છે.
વરસાદી માહોલ વચ્ચે એગ્રી કોમોડિટી બજારોમાં સટ્ટોડિયા તકનો લાભ લઈને કેટલીક કોમોડિટીમાં મોટી તેજી-મંદી કરીને સટ્ટો ખેલી રહ્યાં છે. આપણે પહેલા ધાણાની વાત કરીએ તો મોટો કડાકો બોલી ગયો છે. ચાલુ વર્ષે ઓછા પાકની વાતો હતી છત્તા હાલ બજારો કડડભૂસ થઈ ગયાં છે. ધાણા વાયદો જુલાઈનાં છેલ્લા એક જ સપ્તાહમાં રૂ.૧૦૦૦ ઘટીને રૂ.૬૨૦૦ની નજીક નજીક પહોચી ગયો છે. ચાલુ વર્ષે રૂ.૭૭૦૦ની ઊંચી સપાટી હતી. આમ નોન સ્ટોપ તેજી આવી છે. વૈશ્વિક ધાણાનાં ભાવ ૧૦૦ ડોલરથી વધારે તુટી ગયાં હોવાથી આયાતી ધાણા સસ્તા મળે છે, પરિણામે બજારો તુટી છે. વળી માર્જિન આવતા નથી એટલે સટ્ટોડિયાને લીલા લ્હેર છે.
કપાસિયા ખોળમાં પણ આવી જ સ્થિતિ છે, પરંતુ એમાં તેજીનો સટ્ટો ખેલાયો છે. પશુચારાનાં ભાવ પહેલેથી જ ઊંચા છે ત્યારે ખોળ વાયદામાં ભાવ લાંબાગાળે રૂ.૧૩૦૦થી રૂ.૩૨૦૦ નજીક પહોંચી ગયાં છે. બદલાનાં વેપારો અને ક્વોલિટી માલોની અછતનો લાભ લઈને સટ્ટો ખેલાય રહ્યો છે. આગે ક્યાં હોગે સેબી જાને…
એરંડા-મગફળી-જીરૂ-હળદર, સોયાબીન જેવી બીજી કોમોડિટીમાં પણ સરેરાશ બજારો નરમ છે.
નોન એગ્રી કોમોડિટીની વાત કરીએ તો સોના-ચાંદીમાં હવે દીવાળી સુધી મોટી તેજી વાતો છે, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. સોનું રૂ.૩૮૦૦૦ થવાની વાતો આવી રહી છે અને ચાંદી રૂ.૪૨થી ૪૫ હજારની વાત છે. વૈશ્વિક બજાર કરતાં ભારતીય સોનું રૂ.૫૦૦થી ૬૦૦ સસ્તુ મળે છે, પરિણામે દિવાળી પહેલા જો વિશ્વ બજારમાં નવી જૂની થશે તો સોનું તુટી પણ શકે છે.



