હળવદ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસથી કેમ છે હરાજી ઠપ્પ ? જાણો કારણ

વેપારીઓને પેમેન્ટ ચૂકવ્યા બાદ બુધવારથી કામકાજ શરુ થવાની શક્યતા

 

હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢીના ઉઠમણાં થઇ જતા અનેક વેપારીની લાખની રકમ ફસાઈ છે અને વેપારધંધા ઠપ્પ બન્યા છે જોકે વેપારીઓને સોમવારે પેમેન્ટ ચૂકવી દેવાશે અને બુધવારથી રાબેતા મુજબ કામકાજ શરુ કરાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેમેન્ટ ફસાવવાની બાબતે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ જણાવે છે કે ૨-૩ દિવસથી હરાજી બંધ છે તે વાત સાચી છે. યાર્ડમાં દુકાન નં ૩૩ અંશ એન્ટરપ્રાઈઝ નામની પેઢીને કડીની પેઢી ગજાનન લક્ષ્મી પાસેથી લેવાના થતા સાડા ત્રણથી પોણા ચાર કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાઈ ગયું છે

જેથી ૭૦- ૮૦ વેપારીઓના પેમેન્ટ ફસાયેલા છે જે અંગે વેપારીઓની રજૂઆતને પગલે પેઢીના અશોકભાઈ સાથે સંપર્ક કર્યો હતો અને ગઈકાલે મીટીંગ યોજી હતી જેમાં તે પેમેન્ટ ચૂકવી આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે અને સોમવારે પેમેન્ટ થઇ ગયા બાદ ફરીથી યાર્ડનું કામ રાબેતા મુજબ શરુ થઇ જશે.

હળવદ યાર્ડની એક પેઢીનું કરોડો રૂપિયાનું પેમેન્ટ ફસાઈ જતા તેની સાથે વેપાર કરતા વેપારીઓને પણ પેમેન્ટ મળ્યું નથી આવા જ એક વેપારી ભુપતભાઈ ગઢવી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વેપારીઓના રૂપિયા ફસાયા છે. સામાન્ય રીતે બે કે ત્રણ દિવસમાં મળતું પેમેન્ટ છેલ્લા ૧૦-૧૫ દિવસ વીત્યા છતાં મળ્યું નથી

જેથી આ અંગે યાર્ડમાં લેખિત રજૂઆત કરી જાણ કરી છે જોકે હજુ કોઈ નિવેડો આવ્યો નથી જેથી હરાજી ત્રણ દિવસથી બંધ છે. વેપારીઓને તેના રૂપિયા જલ્દીથી મળી જાય તેવી માંગ કરી રહ્યા છે તેમજ તેના પોતાના ૧૫ લાખ રૂપિયા ફસાયા હોવાનું પણ વેપારી જણાવી રહ્યા છે.

આમ હળવદ યાર્ડની એક પેઢીનું પેમેન્ટ ઉપરથી ફસાયું છે જેથી તે સ્થાનિક વેપારીઓને પેમેન્ટ ચૂકવી સકતા નથી જોકે હળવદની પેઢીના સંચાલકે પેમેન્ટ ચૂકવી દેવા માટે તૈયારી દર્શાવી છે તેમજ પેઢીના સંચાલક યાર્ડના ચેરમેનના સંપર્કમાં જ હોવાનું જાણવા મળ્યું છે જે પેમેન્ટ મળી જશે તેવી ખાતરી આપી રહ્યા છે તો મંગળવારે વેપારીઓ ફરીથી બેઠક કરવાના છે અને બુધવારથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરુ થઇ જાય તેવી માહિતી પણ મળી રહી છે

હાલ હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપાર ઠપ્પ છે જેથી વેપારીઓને નુકશાની સહન કરવી પડી રહી છે પરંતુ વેપારીઓને તેમનું પેમેન્ટ ચોક્કસ મળી જ જશે અને પેઢીના ઉઠમણાં થયાની વાતો સદંતર ખોટી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પેઢીના સંચાલક તમામ વેપારીને પેમેન્ટ ચૂકવી આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat