કોના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ? જાણો..

હળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાંથી પર દરોડો પાડીને રૂપિયા ૪૭,૨૦૦ ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અઘીક્ષક બનો જોષીની સુચના અને પીએસઆઇ સી.એચ.શુક્લના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફના પો.હેડ કોન્સ મહેશભાઇ બાલાસરા, ઇશ્વરભાઇ કલોતરા, વસંતભાઇ વઘેરા, પો.કો. વિજયદાન ગઢવી, ભાવેશભાઇ ડાંગર,અરજણભાઇ ગરીયા તેમજ પોલીસ ઇન્સ. એમ ચાર સોલંકી સાથે તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા

 

તે દરમિયાન ગોલાસણ ગામેથી આરોપી વિષ્ણુદાન ગંભીરદાન ગઢવી ના રહેણાક મકાનેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૪ કીમત રૂ. ૩૭૬૦૦ અને બીયર નંગ ૯૬ કીમત  રૂ. ૯૬૦૦ એમ  કુલ મુદામાલ કીમત  રૂ. ૪૭,૨૦૦ ઝડપી લીધો હતો. જો કે રેઇડ દરમિયાન આરોપી નાશી છુટ્યો હતો જેથી હળવદ પોલીસે મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat