પ્રેમીના દગાથી હતાશ પ્રેમિકા આપધાત કરવા જતા,પ્રેમિકાને કોણે બચાવી ?

મળતી વિગત મુજબ ૧૮૧ મોરબી ટીમને થર્ડ પાર્ટી કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે એક યુવતી આત્મઘાતી પગલું ભરવા જઇ રહી છે.જેથી ૧૮૧ની ટીમ ના કાઉન્સિલ જાગૃતિ મકવાણા અને પાઇલોટ રમેશભાઈ ભાંખોડીયાએ પળવારનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચતા સગીરાના જણાવ્યા મુજબ તેના બોયફ્રેન્ડે તેણીને ફોન કરી ભાગી જવા આ સ્થળે બોલાવી હતી. બાદમાં સગીરાને બોલાવી પોતે નિર્ધારિત કરેલા સ્થળે આવ્યો ન હતો અને પોતે મજાક કરતો હોવાનું જણાવતા યુવતીને લાગી આવ્યું હતું અને આપઘાત કરવા કરવા પહોંચી ગઈ હતી.જો કે ૧૮૧ની ટીમના કાઉન્સિલિંગ બાદ યુવતી સ્વસ્થ બની હતી અને પરિવારજનોની વિનંતીને પગલે ૧૮૧ ની ગાડીને બદલે પરિવારજનો આબરૂ જવાની બીકે સગીરાને લઇ જવા મંજૂરી માંગતા ૧૮૧ની ટીમે જવા દીધા

Comments
Loading...
WhatsApp chat