આઈ.કે.પટેલની બદલી થતા મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર તરીકે કોની થઈ નિમણૂક?

રાજ્ય સરકાર દવારા આજે મોડી સાંજે રાજ્યના ૬૭ સનદી અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા છે.જેમાં મોરબી જિલ્લા કલેકટરમાં પણ કલેકટરની બદલી કરવમાં આવી છે.જિલ્લા કલેકટર આઈ કે પટેલ ની ખેડા જિલ્લામાં બદલી કરી તેમના સ્થાને આર.જે.માકડિયા ને મૂકવામાં આવ્યા છે.

સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે રાજ્યના ૬૭ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે . મોરબીના લોકોમાં ભારે લોકચાહના ધરાવનાર જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની ખેડા બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને આર.જે.માકડિયા ની નિમણૂક કરવામાં આવી છે હવે તે મોરબી જિલ્લા કલેકટર તરીકે આર.જે.માકડિયા ચાર્જ સંભાળશે.તો હળવદના ડેપ્યુટી કલેક્ટર અજય દાહયાને પણ પોરબંદરમાં ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat