આદરણા નજીક એસ.ટી બસે કોને ઠોકર મારતા મોત થયું

મોરબી હળવદ હાઇવે પર ગત રાત્રીના એસ.ટી. બસે બાઈક ચાલક વૃદ્ધ ને હડફેટે લેતા વૃદ્ધ નું મોત નીપજ્યું

બનાવની મળતી વિગત મુજબ મોરબી – હળવદ હાઇવે પર આદરણા ગામ પાસે ગત રાત્રીના સમયે જી.જે.૧૮ ઝેડ ૨૬૫૧ એસ.ટી બસ ના ચાલકે જી.જે.૩ ઇ. જે ૫૧૨૩ નમ્બર બાઈક ના ચાલક ચંદુભાઈ નાનજીભાઈ કૈલા ( ૬૩) રહે. ઇશ્વરનગર તાલુકો હળવદ વાળને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થતાં તેમને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ બસનો ડ્રાયવર બસ મૂકી ને નાસી ગયો હતો ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઈ હતી અકસ્માતમાં કેવી રીતે થયું તેની તપાસ તાલુકા પોલીસ કરી રહી છે

Comments
Loading...
WhatsApp chat