Billboard ad 1150*250 Billboard ad 1150*250

હોર્ન વગાડી સાઈડમાં રહેવાનું કહેતા ૪ શખ્સોએ કોને જાનથી મારી નાખવાની ધમકી આપી ?

હળવદમાં હોર્ન વગાડી સાઈડમાં રહેવા બબાતે ૪ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાય છે.

 

મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા ખોડાભાઈ હેમુભાઈ મદ્રેસાણીયા (ઉ.૨૩) ગત સાંજના  સમયે મથક ગામે બાઈક લઈને જતા હોય દરમિયાન આરોપી અર્જુનસિંહ જટુભા ઝાલા, હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા, ગોપી સુખુભા ઝાલા, અને ધર્મેદ્રસીહ ભારતસિંહ ઝાલા રહે-બધા માથક વાળા રસ્તા વચ્ચે ઉભા હોય ત્યારે અર્જુનસિંહએ હોર્ન વગાડી સાઈડમાં રહેવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાય જઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાય છે.હળવદ પોલીસે ફરીયાદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat