એલ.ઇ.ડી કોન્ટ્રાકટર સામે ફોજદારી કાર્યવાહીની નોટીસ સામે કોણે ઉઠાવ્યા સવાલો ?

મોરબી નગરપાલિકા દ્વારા એલઇડી કોન્ટ્રાકટર સામે ફોજદારી કાર્યવાહી કરવાની નોટીસ ફટકારવા મામલે કોંગ્રેસે આશ્ચર્ય સાથે દુખદ આંચકો અનુભવ્યાનું જણાવીને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

મોરબી નગરપાલિકાના વિપક્ષ નેતા કે.પી. ભાગિયાએ જણાવ્યું છે કે પાલિકાના પટાંગણમાં આશરે એક માસ અગાઉ આ મુદે તંત્રને ઢંઢોળવા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા અને હવે જયારે શહેરમાં અંધારપટ છવાયો છે ત્યારે શહેરીજનોને મુખ બનાવી ધોળે દિવસે તારા દેખાડતા જાદુગરો નોટીસરૂપી કાલ્પનિક શો નું ટ્રેલર બતાવી રહ્યા છે. લાઈટ કચરાના ઢગલા રોડ રસ્તાના પ્રશ્નો મામલે છેલ્લા છ માસથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે અનેક રજુઆતો છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી અને સમગ્ર દોષનો ટોપલો રોજમદાર કર્મચારી અને કોન્ટ્રાકટરો પર નાખી દેવાય છે.

અગાઉ રોડ રસ્તાની નબળી કામની ફરિયાદો સંદર્ભે ૩૦ કોન્ટ્રાકટરોને નગરપાલિકાએ નોટીસ અઆપી હતી તેનું શું થયું ? તેવા સવાલો ઉઠાવી ના તો ડીપોઝીટ જપ્ત કરી કે ના તો બ્લેક લીસ્ટમાં મુક્યા તેમ જણાવીને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અને નગરજનોના પ્રશ્ને નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat