Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખેતરમાં ડમ્પર ચલાવવા બાબતે કોને મળી જાનથી મારી નાખવાની ધમકી ?

માળીયાના નવાગામમાં ખેતરમાં ડમ્પર ચલાવવા જેવી બાબતે બોલાચાલી થયાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાય છે.

મળતી વિગત મુજબ માળીયાના નવાગામમાં રહેતા અવેશ હબીબભાઈ જેડા અને સુભાન હબીબભાઈ જેડા બંનેએ ખેતરમાં ડમ્પર ચાલવવા બાબતે તે જ વિસ્તારમાં રહેતા હાજી સુલેમાન મોવર(ઉ.૩૫) સાથે બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હાજી સુલેમાન મોવરએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat