હળવદ-ધાંગધ્રા વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસમાંથી મુરતીયા કોણ?

ઠેરઠેર પૂછાતા સવાલો વચ્ચે અટકળો

સુરેન્દ્રનગર જિલ્લાની હાઈ ટોપર ગણાતિ બેઠક માટે કોંગ્રેસની હાલત મુરતિયા પસંદગીમાં અગ્નિ પરીક્ષા રૂપ બની રહી છે.

હળવદ ધાંગધ્રા 64 વિધાનસભા ના ધારાસભ્ય પરસોતમ સાબરીયા એ રાજીનામું આપતા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી ૨૩ એપ્રિલે યોજાશે આ જાહેરાત થતા જ તાલુકાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે વિધાનસભાના કુલ મતદારો બે લાખ છપ્ન હજાર જેટલા મતદારો છે જેમાંથી એક લાખ નેવુ હજાર જેટલા મતદારો ઓબીસી છે અને 54 હજાર જેટલા પટેલ સમાજના મતદારો છે.61 હજાર જેટલા કોળી મતદારો છે, ત્યારે જિલ્લાની હાઈ ટોપર ગણાતી આ બેઠક માટે ભાજપે આ બેઠક પર પક્ષપલટુ અને પેરાશુટ ઉમેદવાર પરસોતમ સાબરીયાને ટીકીટ આપી છે

ત્યારે આ બેઠક કોંગ્રેસને મુરતિયા ની પસંદગી માટે અગ્નિ પરીક્ષા રૂપે બની રહી છે આ બેઠક પર જ્ઞાતિના આધારે જોવામાં આવે તો સૌથી વધુ કોળી સમાજના મતદારો છે ત્યારબાદ પટેલ સમાજના , આ બેઠક પર પાટીદાર ફેક્ટર નિર્ણાયક સાબિત થાય તો નવાઈ નહીં તેવું જણાઈ રહ્યું છે આ બેઠક પર કાંટે કી ટક્કર થાય તેવા સમીકરણો સર્જાઈ રહ્યા છે હાલમાં આ બેઠક માટે કોંગ્રેસમાંથી પાસના આગેવાન ગીતા પટેલ , દીનેશભાઈ પટેલ, સનતભાઈ ડાભી, મનસુખભાઈ પટેલ, કીશોરભાઈ ચીખલીયા, હેમાંગભાઈ રાવલ ત્રિશાલ પટેલ, , ડો, કે, એમ, રાણા, તેમજ અન્ય નામો કોગ્રેસ માં ચર્ચાઈ રહ્યા છે.

હળવદ ધાંગધ્રા૬૪ વિધાનસભા બેઠક પર સૌપ્રથમવાર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ટિકિટ લેવા માટે ટિકિટ વાચ્છુકોપોતપોતાના આકાના શરણે દોડી ગયા છે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ટિકિટ માટે બનતી તાકાત કામે લગાડીને મીટીંગો નો દોર શરૂ કરી દીધો છે અને એડીચોટીનું જોર લગાવી દીધું છે ત્યારે આ બેઠક કોળી સમાજ અને પટેલ સમાજ નુ વચસ્વૅ છે તયારે કોંગ્રેસ પક્ષ કોળી કે પટેલ સમાજના ઉમેદવારો પર પસંદગી ઉતારે તેવી શક્યતા સેવાઇ રહી છે હાલ તો કોંગ્રેસ પક્ષ માટે અગ્નિ પરીક્ષા રૂપી સાબિત થઈ રહ્યું છે હાલતો એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે હળવદ ધાંગધ્રા ૬૪ વિધાનસભા બેઠક માં કોગેસ નો મુરતિયો કોણ ?હાલ બેઠકન લઈને સમગ્ર પંથકમાં ચર્ચા ટોપ ઓફ ધી ટાઉન બની ને ચર્ચાઈ રહી છે

આ બેઠકની એક ખાસિયત છે નવા સમીકરણ મુજબ હળવદ એ મોરબી જિલ્લામાં સમાવેશ થાય છે અને ધાંગધ્રા એ સુરેન્દ્રનગર જિલ્લામાં છે આ બંને વિસ્તારમાં કુલ 282 બુથ અને કુલ મતદારો 2.56 ,209 લાખ જેટલા છેજેમા પુરૂષ 1.35.824 અને મહીલા 1.20.385મતદારો છે બંને પક્ષોએ આ બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. આ બેઠક પર ભાજપમાંથી ટીકીટ (કોંગ્રેસમાંથી પક્ષપલટુ) કરીને આવેલા પરસોતમ સાબરીયા ને આપી છે.જ્યારે કોંગ્રેસમાંથી ગીતા પટેલની ટિકિટ માટે હાર્દિક પટેલે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે. તેથી આ બેઠક માં કોગ્રેસ માંથી મુરતીયો કોણ? તે નામ ઉપર સૌની મીટ મંડાઈ રહી છે

Comments
Loading...
WhatsApp chat