


મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક સામાન્ય બાબતે બોલાચાલી કરીને એક શખ્શે મહિલાને મારમાર્યો હતો.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ મચ્છુનગરમાં રહેતી મંજુબહેન રમેશભાઈ રાઠોડ (ઉ.૪૫) પોતાના ઘરે હોય દરમિયાન સાંજ સમયે અનીલ બચુભાઈ સોલંકી નામનો શખ્સ તેણીના ઘર પાસે આવીને ગાળો બોલતો હોય ત્યારે મંજુબહેનએ ગાળો બોલવાની ના પાડતા આરોપી અનીલએ ઉશ્કેરાય જઈને મંજુબહેનને ગાળો આપીને લાકડી વડે મુંઢ મારી ઈજા કરી હોવાની ફરિયાદ મંજુબહેનએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

