


મિતાણા ગામે રહીને ખેતી કામ કરતા રફીક અજીતભાઇ ઠેબા (ઉ.વ.૩૦) દ્રારા ટંકારાની ફસ્ટ કલાસ જયુડીસીયલ કોર્ટમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવ્ય હતું કે આજથી ત્રણેક વર્ષ પહેલ ખાતર–બિયારણ માટે પૈસાની જરૂરિયાત પડતા સમયાંતરે બાબુ છગન બોરીચા, બાબુ મનુ બોરીચા, વિક્રમ જેઠા બોરીચા, જેઠા નથુ બોરીચા, પીઠા નથુ બોરીચા, સંજય ગેલા બોરીચા, જયદીપ બાબુ અને રાહુલ બાબુ નામની વ્યકિતઓ પાસેથી એકથી દોઢ લાખ જેવી રકમ એક ટકા વ્યાજે લીધી હતી.
પરંતુ ચુકવણી વખતે ૧૦ ટકા વ્યાજ વસુલ કરવા પઠાણી ઉઘરાણી શરૂ કરેલ અને ગત તા.૨૦–૨–૧૮ના રોજ અપહરણ કરી મારકુટ કરી બેફામ માર મારેલો તેમજ બાઇકમાં તોડફોડ કરી હતી. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારને પરિવાર ફરિયાદ નોંધાવા ગયેલ પરંતુ યોગ્ય તપાસ કરાયેલ નહીં. તેથી ડી.આઇ.જી. ગાંધીનગર સુઘી પર રજૂઆત કરેલ પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. ફરિયાદીએ કોર્ટમાં કરાયેલ ફરિયાદમાં ધાક ધમકી આપી સમાધાન કરી લેવાનું દબાણ કર્યાનો આક્ષેપ કરેલ છે. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્રારા આઠેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવાને હુકમ કરીને સમન્સ ઇસ્યુ કરતો હુકમ કર્યેા છે.

