સગીરા સાથે કોણે આચર્યું દુષ્કર્મ ?

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સિરામિક એકમમાં સગીરાની એકલતાનો લાભ લઇ તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણીને દુષ્કર્મ આચાયું હોવાની ફરિયાદ નોંધાય છે.

બનાવની મળતી વિગત મુજબ મૂળ એમ.પી. અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા પરિવારની ૮ વર્ષની સગીર વયની દીકરી તા.૯ ના રોજ બપોરના સમયે કુદરતી હાજતે થી પાછી આવી હોય દરમિયાન આરોપી ધર્મેન્દ્ર લોટું યાદવ રહે- બેલોના સિરામિક અને મૂળ-યુ.પી. વાળાએ એકલતાનો લાભ લઇ લલચાવી, ફોસલાવી સગીરાનો હાથ પકડીને પોતાની ઓરડીમાં લઇ જઈને તેણીનું મરજી વિરુદ્ધ શરીર સંબધ બાંધી તેણી સાથે દુષ્કર્મ આચર્યાનું ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આર. ગઢવીએ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat