


પાટીદાર આંદોલનથી સોશ્યલ મીડિયામાં વિવિધ પોસ્ટ માટે ફેમસ બનેલ ગોપાલ ઈટાલીયાએ તાજેતરમાં કથાકારો વિષે ટીપ્પણી કરી હોય જે મામલે રામાનંદી સાધુ સમાજમાં રોષ ફેલાયો છે અને આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.
મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ગોપાલ ગોરધન ઈટાલીયા ઘણા સમયથી સાધુ સંતો-કથાકારો અંગે સોશ્યલ મીડિયામાં વોટ્સએપ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને સાધુ સંતોની કથાકારોના અપમાન થાય તેવી ટીપ્પણી કરી સમાજને બદનામ કરવાનો પ્રયત્ન કરેલ છે
જે હિંદુ ધર્મ અને પ્રહરી તરીકે યોગ્ય પગલા લેવા માટે મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે આવેદનમાં ગોપાલ ઈટાલીયાનું નામ અને તેના ઘરના સરનામું તેમજ મોબાઈલ નંબર પણ લખી આપીને તેની સામે પગલા લઈને સમાજને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

