


મોરબીમાં ખનીજ ચોરી બાબતે અવારનવાર ફરિયાદો ઉઠી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી.મોરબી તાલુકા ઘૂંટુ ગામે થતી ખનીજ ચોરી રોકવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના માલધારી સેલ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે ધુંટુ ગામમાં સરકારી ખરાબો તથા ગૌ-ચર માંથી થતી ખનીજ ચોરીના કારણે અમારા પશુધનોનું ચરિયાણું નાબુદ થતું જાય છે.તેમજ ખનીજ ચોરો પોતાના જી.સી.બી. હિટાચી જેવા વાહનો લઈને ધુટુ ગામની સીમમાં ચારેકોર બેફામ ચોરી કરે છે અને હાલમાં ઉંચી માંડલ-ધુટુ ગામની સીમ વચ્ચે ખનીજ ખોદકામ ચાલુ છે ત્યારે આ ખોદકામથી મસમોટી ખીણ બનાવી દીધેલ છે.જેથી અમારા પશુધન તેમાં પડી જવાની શક્યતાઓ રહે છે.તેમજ ખનીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી તો ખનીજ ચોરો સામે કોઈ ન પગલા નહિ લેવાય તો કલેકટર કચેરીએ આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

