મોરબી પાલિકા કર્મચારીઓને કોનો ભય સતાવે છે. જાણો કેમ આપ્યું કલેકટરને આવેદન

 

મોરબી પાલિકામાં રજુઆત કરવા આવેલા ટોળા દ્વારા કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના બાદ પાલિકા કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રક્ષણ આપવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે  મોરબીમાં પાણીની કટોકટી સર્જાઈ તેમ હોવાથી લોકો પાલિકાએ ટોળા સ્વરૂપે આવી અને હલ્લાબોલ કરે છે જેમાં લોકો અવારનવાર પાલિકામાં તોડ-ફોડ કરે છે જેથી પાલિકા કર્મચારીઓ સાથે ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઉભી થાય છે.આથી તાકીદે ઈન્ડોર અને આઉટ ડોર કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવા માંગ કરી હતી.તેમજ  કર્મચારી મંડળ દ્વારા જણાવાયુ હતું કે પાલિકામાં સંખ્યામાં બળ ઘણું જ  ઓછુ છે જેથી કામગીરી ને પણ અસર થાય છે પરંતુ aa માટે કર્મચારીઓ જવાબદાર ન હોય અને આવારા તત્વો મોકાનો ફાયદો ઉઠાવી કચેરીમાં તોડફોડ કરી ધાક-ધમકી આપતા હોવાથી જેની સામે યોગ્ય રક્ષણ આપવામાં જણાવ્યું હતું.

મોરબી પાલિકાના કર્મચારીઓને એન-કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં કામ કરવા જાય તો અમુક તત્વો દ્વારા  “ અમો કહી તેમ જ કામ કરો “ તેવી કહીને હેરાન કરવામાં આવતા હોવાની યાતના પણ વર્ણવી હતી.

આ સંજોગોમાં પાલિકા કર્મચારી મંડળ દ્વારા વહેલી તકે કર્મચારીઓને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat