Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની કઈ સોસાયટીમાં કારમાં ખુંટીયાએ પહોચાડ્યું નુકશાન

મોરબીમાં રખડતા ઢોર પકડવા માટે તંત્ર પાસે કોઈ નક્કર આયોજન ના હોય, તાજેતરમાં એક સ્થળે ખુંટીયા પકડતી વેળાએ દાખવેલી બેદરકારીમાં એક નાગરિકની કારને નુકશાન થયું હોય આ અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના જીઆઈડીસી નજીકની અરીહંત સોસાયટીના રહેવાસી ધ્યેય કાનાબાર દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગત તા. ૨૪ ના રોજ રાત્રીના તેની સોસાયટીમાં ચાર વ્યક્તિ નગરપાલિકાના માણસો હોવાની ઓળખ આપી ખુંટીયા પકડવા આવેલ જેને સંપૂર્ણ બેદરકારી દાખવી હોય અને ટ્રોલી વિના જ ખુંટીયા પકડતા હોય જેથી તેની ગાડીને નુકશાન પહોંચ્યું હતું તેમજ આ મામલે પાલિકામાં વાતચીત કરતા યોગ્ય જવાબ મળ્યો ના હતો અને ૧૦૦ નંબર પર પોલીસને ફોન કરતા ચારેય વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા આ રાત્રીના સમયે રોડ પર અવરજવર રહેતી હોય છે જેથી આવી પ્રવૃત્તિથી નિર્દોષ નાગરિકોને ઈજા પહોંચી સકે છે જેથી ખુંટીયા કોઈને જાનહાની ના કરે તે રીતે પકડવાની કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat