


વાંકાનેર નજીક આવેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં પ્રાઈમસમાં ભડકો થતા મજુર યુવાન દાઝી જતા તેણે સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.
વાંકાનેર ના માટેલ નજીક આવેલી સોમાણી ફાઈન સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતો યુવાન વસંતકુમાર જીતેન્દ્ર શ્રીદાસ મૂળ ઓરિસ્સાવાળો પોતાની ઓરડીમાં પ્રાઈમસને કેરોસીન અડી જતા ભડકો ટ થયો હતો જેને પગલે શ્રમિક યુવાન આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેણે મોરબી સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી છે

