મોરબી જીલ્લામાં ક્યા પોલીસ કર્મીઓની થઇ આંતરિક બદલી ? જાણો

રાજ્યમાં બદલીનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં ગત રાત્રીના રાજ્ય સરકાર દ્વારા ૬૭ આઈ.એ.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.મોરબીમાં પણ બદલીનો દોર શરુ થયો છે જેમાં જીલ્લા પોલીસ વડા દ્વારા ૪ પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં બદલીનો દોર શરુ થયો છે જેમાં ગત રાત્રીના આઈ.એ.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તો હજુ પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બદલી થાય તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.તો મોરબી જીલ્લામાં પણ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ૪ પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે.જેમાં હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રભાતભાઈ અમૃતભાઈ ગોહેલને બી ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે,મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રાને પો.હેડ કવાર્ટર ખાતે, પો.હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા મયુરરાજસિંહ ગીરૂભા રાણને વાંકાનેર તાલુકા અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાનુભાઈ પરબતભાઈ ડાંગરની મહિલા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.જીલ્લામાં પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવતા મોરબી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Comments
Loading...
WhatsApp chat